ચાણકય નીતિ સૂત્ર
નિશાન્તે કાયૅ ચિન્તયેત રાત્રીના અંત સમયે કાયૅ અંગે વિચાર કરો. પ્રાત: કાળે મન - મગજ પ્રફુલ્લિત હોય છે. આથી એ સમયે, એ દિવસે જે જે કાર્ય કરવાના હોય એ અંગે વિચાર કરવો જોઈએ. અનાયૅસંબંધાદ વરમાયૅશત્રુતા. અનાયૅ મિત્ર કરતાં આયૅશત્રુ સારો દુષ્ટ ની સાથે મિત્રતા કરવા કરતાં બુદ્ધિમાન સાથે દુશ્મનાવટ કરવાનું બહેતર છે. કારણ કે દુષ્ટ વ્યક્તિની મિત્રતા ગમે ત્યારે સંકટમાં મુકી શકે તેમ છે. દેહી દેહ ત્યકત્વા એન્દ્રપદં ન વાછતિ. દેહધારી દેહના બદલામાં સ્વગૅ નથી ઈચ્છતો મનુષ્ય તો શું પશુપ્રાણી પણ પોતાના દેહને, પોતાના જીવનને એટલું બધું ચાહતા હોય છે કે જીવનના બદલામાં સ્વગૅ નું પ્રલોભન કોઈ આપે તો પણ તે એ સ્વીકારશે નહી. દુ:ખાનામૌષધં નિવૉણમ્ દુ:કોની ઔષધિ નિવૉણ છે. મનુષ્ય જ નહિ, બધા જ જીવત્માઓ સંપૂર્ણપણે સુખી નથી. બધા જ કોઈ ને કોઈ ઉપધીઓથી ધેરાયેલા હોય છે.માત્ર મોક્ષ મળવાથી (નિર્વાણ પામવાથી) જ આ ચક્રાવામાંથી મુક્ત બની શકાય છે.
Comments
Post a Comment